About Us

Who We Are

અમારી સંસ્થા માં જીવદયા પ્રવૃતિઓ તેમજ મનાવ ક્લ્યાન પ્રવૃતીઓ કરવામાં આવે છે અને સંસ્થા માં અમે સેવા માટે ગૃહિણી ની સુવિધા રાખેલ છે જે આમરી સંસ્થા મા માનવ સેવાં ફાળવણી કરે છે. તેમજ સંસ્થા મા રસોઈ માટે બહેનો ની સુવિધા રાખેલ છે અને આમરી સંસ્થા ના નિયમો પ્રમાણે આઈ કાર્ડ અને ડ્રેસ ની સુવિધા રાખવા મા આવેલ છે.

આમરી સંસ્થા મા દરરોજ ૧૧૦૦ લોકો ને જમાડવામાં આવે છે જેમ કે હોસ્પિટલ તેમ જ ગરીબી રેખા હેઠળ રેહતા લોકો ને મદદ આમરી સંસ્થા કરે છે આમરી સંસ્થા નો દરરોજ નો ખર્ચો ૫૦૫૧ થાય છે તેમજ સંસ્થા લોકોના જરૂરિયાત માંદો ની સેવાં માટે ગાડી ની સુવિધા રાખેલ છે જે તેમાં જમવાનું પોહચાડે છે.

તેમજ હોસ્પિટલમાં ફ્રૂટ વિતરણ કરવું, હોસ્પિટલ માં ડિલવરીવાળા બહેનોને શીરો તેમજ કાટલું પોહચડવું, હોસ્પીટલમાં વિનામૂલ્યે ટિફિન પોહચડવું, ગાય માતાજીને ઘાસચારો, કુતરાઓને બિસ્કિટ, બાળકોને પીપર પ્રસાદી, માછલીઓને દરિયા માં લોટ મમરા, અને રોટલી, અસ્થિરમગજ ના લોકોને આશ્રમ માં ભોજન,વૃદ્ધઆશ્રમ માં વૃદ્ધોને ને ભોજન, ભિક્ષુકોને શનિવારે ખીચડી-કાઢી સાંજે, સગર્ભ બહેનોને પ્રસ્તૃતિ ગૃહ માં શુદ્ધ ધીનો શીરો, હોસ્પિટલ માં ભોજન 2 (ટાઇમ) , હોસ્પિટલ માં ભોજન ૧- ટિફિન (બે-ટાઇમ), મગનું ઓસામણ, છાસ, નિરધાનને ટિફિન.

Our Team

Deepakbhai Bhatti

Kanchanben Dhirajlal Bhatti

Manishbhai Bhatti

ઉપરોક્ત સેવાકીય પ્રવૃતીને વેગવ્ંતુ બનાવવા અમારા બહનો રાજકોટમા તેમજ બહારગામ દુકાને તેમજ કારખાને પગપાળા ચાલી લોકોના સંપર્ક દ્વારા આ સંસ્થા માટે દાન સ્વીકારી રહ્યા છે. જે દાન ૮૦(જી)હેઠળ કરમુક્ત છે, અને આમરી સંસ્થાનું ખાતું રેસકોર્સે બ્રાન્ચ, સ્ટેટ બૅન્ક ઓફ સૌરાષ્ટ્રમા છે. તેનો બઁકખાતા નંબર ૫૬૨૯૨૦૦૨૫૦૯ છે. આમરી સંસ્થા દાનમાં રોકડ સહાય, સૂકું અનાજ તેમજ બળતણ માટે લાકડા સ્વીકારવામાં આવે છે.